
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના એ ભારત સરકારની એક ખુબ જ મહત્વપૂર્ણ યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ખેડૂત મિત્રો ડિજિટલ માધ્યમથી ઘરે બેઠા જ પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા યોજનાની તમામ વિગતો મેળવી શકે છે. આ આર્ટિકલમાં યોજનાની માહિતી, સ્ટેટસ અને નામ જોવાની સંપૂર્ણ ઓનલાઇન પ્રોસેસ સરળ સ્ટેપ્સમાં સમજાવવામાં આવી છે.
૧. પીએમ કિસાન યોજના શું છે? (યોજના વિશેની માહિતી)
વાર્ષિક આર્થિક સહાય: આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે કુલ રૂ. ૬,૦૦૦ ની સહાય સીધી બેંક ખાતામાં (DBT દ્વારા) આપવામાં આવે છે.
હપ્તાની પદ્ધતિ: આ રકમ દર ૪ મહિનાના અંતરે રૂ. ૨,૦૦૦ ના ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે.
પાત્રતા: દેશના તમામ જમીનધારક ખેડૂતો આના પાત્ર છે. જો કે, સરકારી કર્મચારીઓ, ઇન્કમ ટેક્સ ભરતા ખેડૂતો અને પ્રોફેશનલ્સ (ડોક્ટર, વકીલ) આ યોજનાનો લાભ લઈ શકતા નથી.
ફરજિયાત કામ: યોજનાનો હપ્તો ચાલુ રાખવા માટે eKYC અને લેન્ડ સીડિંગ (જમીનનો રેકોર્ડ ઓનલાઇન લિંક કરવો) કરાવવું અનિવાર્ય છે.
૨. પીએમ કિસાનનો હપ્તો (Status) કેવી રીતે જુઓ?
તમારા ખાતામાં ₹૨,૦૦૦ નો હપ્તો જમા થયો છે કે નહીં તે કમ્પ્યુટર કે મોબાઈલ સ્ક્રીન પર જોવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:
સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરો.
હોમ પેજ પર જમણી બાજુ આપેલા ‘Know Your Status’ (તમારું સ્ટેટસ જાણો) ઓપ્શન પર ક્લિક કરો.
હવે તમારો રજીસ્ટ્રેશન નંબર (Registration Number) અને સ્ક્રીન પર આપવો કેપ્ચા કોડ બોક્સમાં ટાઈપ કરો.
ત્યારબાદ ‘Get Data’ બટન પર ક્લિક કરો. તમારી સામે અત્યાર સુધીના તમામ હપ્તાનું સ્ટેટસ ખુલી જશે.
નોંધ: જો તમને રજીસ્ટ્રેશન નંબર ખબર ન હોય, તો ‘Know your registration number’ પર ક્લિક કરી, તમારા મોબાઈલ અથવા આધાર નંબર દ્વારા ઓટીપી (OTP) વેરીફાય કરીને મેળવી શકો છો.
૩. લાભાર્થીઓની યાદીમાં નામ (Name List) કેવી રીતે જુઓ?
ગામના કયા ખેડૂતોના નામ મંજૂર થયા છે અને લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ઓનલાઇન જોવા માટે:
પીએમ કિસાન પોર્ટલના હોમ પેજ પર જઈને ‘Beneficiary List’ (લાભાર્થીઓની યાદી) પર ક્લિક કરો.
હવે એક નવું પેજ ખુલશે, જેમાં ક્રમશઃ વિગતો પસંદ કરો:
State (રાજ્ય): Gujarat પસંદ કરો.
District (જિલ્લો): તમારો જિલ્લો પસંદ કરો.
Sub-District (તાલુકો): તમારો તાલુકો પસંદ કરો.
Block: તમારો બ્લોક પસંદ કરો.
Village (ગામ): તમારું ગામ પસંદ કરો.
બધી વિગતો ભર્યા પછી ‘Get Report’ બટન પર ક્લિક કરો.
તમારી સામે તમારા આખા ગામની નામ વાઇઝ યાદી આવી જશે, જેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો.
૪. પીએમ કિસાન હેલ્પલાઇન નંબર (Helpline Numbers)
જો હપ્તો અટકી ગયો હોય, ખાતામાં નાણાં ન આવ્યા હોય કે રજીસ્ટ્રેશનમાં કોઈ સમસ્યા હોય, તો ખેડૂતો નીચે આપેલા સરકારી હેલ્પલાઇન નંબરો પર સીધો સંપર્ક કરી શકે છે અથવા ઈમેલ દ્વારા ફરિયાદ નોંધી શકે છે:
ટોલ ફ્રી નંબર (Toll Free): 1800-115-526
પીએમ કિસાન હેલ્પલાઇન: 155261 / 011-24300606
ઓફિશિયલ ઈમેલ આઈડી: pmkisan-ict@gov.in




