RainViewer App : વરસાદની સચોટ માહિતી આપતી શ્રેષ્ઠ રડાર એપ

RainViewer એ એક હવામાન આગાહી એપ્લિકેશન છે જે વિશ્વભરના 1,000 થી પણ વધુ હવામાન રડાર (Weather Radars) નો ઉપયોગ કરીને વરસાદ, બરફ અને વાવાઝોડાની લાઈવ ટ્રેકિંગ આપે છે. આ એપથી તમે તમારા વિસ્તારમાં આગામી કેટલાક કલાકોમાં કેવો વરસાદ પડશે તે જોઈ શકો છો.

RainViewer App ની મુખ્ય વિશેષતાઓ (Features)

લાઈવ ડોપ્લર રડાર (Live Doppler Radar): તમારા વિસ્તાર કે શહેરનો વરસાદી નકશો રિયલ-ટાઈમમાં જોઈ શકાય છે.

વરસાદની સચોટ આગાહી: આગામી 90 મિનિટથી લઈને 48 કલાક સુધી વરસાદ ક્યારે અને કેટલો પડશે તેની માહિતી આપે છે.

રેઈન એલર્ટ (Rain Notifications): તમારા વિસ્તારમાં વરસાદ શરૂ થાય તે પહેલા જ ફોનમાં નોટિફિકેશન (Message) આવી જાય છે.

ટ્રેક મુવમેન્ટ (Storm Tracking): વાદળો અને વરસાદ કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છે તેનો એનિમેટેડ મેપ જોઈ શકાય છે.

સરળ ઈન્ટરફેસ: એપ વાપરવામાં ખૂબ જ સરળ છે અને એન્ડ્રોઈડ (Android) તેમજ આઈફોન (iOS) બંનેમાં ઉપલબ્ધ છે.

RainViewer App કેવી રીતે ડાઉનલોડ કરવી?

Google Play Store અથવા Apple App Store ઓપન કરો.

સર્ચ બારમાં “RainViewer” લખીને સર્ચ કરો.

એપ ઈન્સ્ટોલ કરી તમારા લોકેશન (Location) ની પરમિશન આપો.