આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી 2022

Ikhedut Portal એ ખેડૂતો માટેનું Web Portal છે. આ Online Portal પર ગુજરાતના ખેડૂતો માટે વિવિધ યોજનાઓ મૂકવામાં આવે છે.

ખેડૂતો પોર્ટલ પરથી ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. જેમાં વિવિધ વિભાગની ઘણીબધી યોજનાઓ ચાલે છે.

ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજના, બાગાયતી વિભાગની યોજનાઓ હોય છે. તથા મત્સ્ય પાલન ની યોજના પણ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

ગુજરાતના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે.

જેની ઓનલાઈન અરજી કરવી એકદમ સરળ છે. તમે જાતે પણ Ikhedut Online Form ભરી શકો છો.

લાભાર્થી ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Online Arji કરી શકે છે. ખેડૂતો તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે.