આવનારા દિવસોમાં ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે

રાજ્યમાં વરસાદની ઝડપ ભલે મંદ પડી હોય પણ વરસાદનો ધમધોકાર ત્રીજો રાઉન્ડ શરુ થવાની તૈયારીમાં છે.

આ તરફ જુલાઈ મહિનામાં પડેલો વરસાદ આ પહેલા જ 50 વર્ષ જુનો રેકોર્ડ તોડી ચુક્યો છે.

રાજ્યમાં વરસાદની શરુઆત ભલે મંદ રહી પરંતું ત્યારબાદ તેણે ધમધોકાર મહેર કરી સર્વત્ર પાણી પાણી કરી નાખ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા દિવસોમાં ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઓગસ્ટની શરૂઆતમાં 2 થી 4 તારીખ સુધી ભારે વરસાદ શરૂ થશે તેવી આગાહી. મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે.

ઓગસ્ટની શરૂઆતમાં ભારે વરસાદ થઈ શકે છે. મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે.