વરસાદના આક્રમક રાઉન્ડ માટે ફરી રહો તૈયાર, રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

ખાસ કરીને આગામી આ બે દિવસ દરમિયાન બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

22 ઓગસ્ટ: આવતીકાલે સોમવારે રાજ્યમાં સર્વત્ર વરસાદ ખાબકી શકે છે.

ખાસ કરીને પાટણને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે. પાટણમાં વરસાદને લઇને કોઇ ખાસ વોર્નિંગ નથી.

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે.

વરસાદની આગાહી, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી