હવામાન નિષ્ણાંત અશોકભાઇ પટેલે કરી નવી આગાહી : વરસાદનો નવો રાઉન્ડ ક્યારે?

જાણીતા હવામાન નિષ્ણાંત અશોકભાઇ પટેલે આજથી 22 તારીખ સુધીમાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને આગાહી કરી છે. તેને જણાવ્યુ છે કે આગામી 22 તારીખ સુધી વરસાદમાં રાહત મળશે. ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
જો કે 22 તારીખ સુધીમાં ઓછો વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદમાં રાહત રહેવાની શક્યતા છે. આગાહી સમયમા છૂટા છવાયા વિસ્તારોમાં ઝાપટા વરસી શકે છે.

ઉત્તર ગુજરાતમાં આગાહી સમય દરમીયાન અમુક દીવસે વરસાદની શક્યતા છે. જેમાં કુલ વરસાદ 20 થી 40 MM વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આગાહી સમય દરમીયાન અમૂક દીવસે વરસાદી ઝાપટાની શક્યતા છે. જેમાં કુલ 20 થી 60 MM વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો :

આંબલાલ પટેલની મોટી આગાહી : વાવાઝોડાં સાથે આવશે વરસાદ

આમ, હાલ ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી. કોઈક વિસ્તારોમાં હળવાથી મઘ્યમ ઝાપટાં વરસી શકે છે. સાથે જ વધુ માહિતી આપતા અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં 15 જુલાઇ સુધીમાં જેટલો વરસાદ પડવો જોઇએ તેનાથી 88 ટકા વધારે વરસાદ પડ્યો છે. તેમ છતાં સમગ્ર ગુજરાતમાં 15 જુલાઈ સુધીમાં ગાંધીનગર જિલ્લામાં 32 ટકા અને દાહોદમાં 27 ટકા વરસાદની ઘટ જોવા મળી છે.
હાલ એક ઓફ શોફ ટ્રફ ગુજરાતથી મહારાષ્ટ્ર નાં દરિયાકાંઠા સુધી છવાયો છે. એક લો પ્રેશર ઉત્તર ઓડિશા તથા પશ્ચીમ બંગાળની ખાડી નજીક છે. અને તેને સંલગ્ન અપર એર સાય્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમીની ઊંચાઈએ છે. 

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Ikhedut Portal અરજી કરવા માટે  અહીં ક્લિક કરો