ગુજરાતમાં થોડા સમય અગાઉ થયેલા ભારે વરસાદને કારણે કચ્છ સહિત રાજ્યના 9 જિલ્લામાં નુક્સાનીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. 9 જિલ્લાના 41 તાલુકાના 3070 ગામોમાં કુલ 207 ટીમો દ્વારા પાક નુકસાન સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જે પૈકી હાલના તબક્કે 2346 ગામોમાં સર્વે પૂરો કરાયો છે. ભારે વરસાદને કારણે રાજ્યના 9 જિલ્લાનાં 2.42 લાખ હેક્ટરમાં પાક ધોવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે 61 હજાર હેક્ટરમાં 33 ટકા કરતાં વધુ નુકસાન થયું છે. આ જિલ્લાઓમાં સહાય આપવા અંગે કૃષિ મંત્રીએ કેબિનેટમાં દરખાસ્ત મૂકી દીધી છે.
સૌથી વધુ નુકસાન છોટાઉદેપુરમાં
ગુજરાતમાં અત્યાર સુધીમાં 9 જિલ્લામાં વરસાદથી નુકસાનનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ નુકસાન છોટાઉદેપુર જિલ્લામાં થયું છે. છોટાઉદેપુર જિલ્લાના 880 ગામમાં 1.30 લાખ હેક્ટર વિસ્તારમાં અસર થઈ છે. જ્યારે અન્ય જિલ્લામાં પણ ભારે નુકસાન થયું છે.
કયા જિલ્લામાં કેટલું નુકસાન
➤નર્મદા- 547 ગામોમાં 59430 હેક્ટર વિસ્તારમાં અસર
➤છોટાઉદેપુર- 880 ગામોમાં 130555 હેક્ટર વિસ્તારમાં અસર
➤નવસારી- 387 ગામોમાં 9457 હેક્ટર વિસ્તારમાં અસર
➤પંચમહાલ- 39 ગામોમાં 830 હેક્ટર વિસ્તારમાં અસર
➤સુરત- 96 ગામોમાં 235.35 હેક્ટર વિસ્તારમાં અસર
➤વલસાડ- 283 ગામોમાં 6348 હેક્ટર વિસ્તારમાં અસર
➤તાપી- 256 ગામોમાં 744 હેક્ટર વિસ્તારમાં અસર
➤ડાંગ- 310 ગામોમાં 20807 હેક્ટર વિસ્તારમાં અસર
➤કચ્છ- 352 ગામોમાં 13979 હેક્ટર વિસ્તારમાં અસર
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
AgroBhai હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર