Vahli Dikri Yojana Gujarat 2024 : ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના (Vahli Dikri Yojana In Gujarati) શરુ કરવામાં આવેલી છે. જે પરિવારમાં દીકરી નો જન્મ થાય તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય માં એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજના નો મુખ્ય ઉદેશ છોકરીઓના જન્મ દરમાં સુધારો કરવાનો છે.
વ્હાલી દીકરી યોજના 2024: ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યની દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે 2019 માં વ્હાલી દીકરી યોજના શરૂ કરી હતી. આ યોજનામાં લાભાર્થીઓને રૂ .1,10, 000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવશે. હવે અમે તમને વ્હાલી દીકરી યોજના 2024 સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે આ યોજના માટે અરજી કરી શકશો.
વ્હાલી દીકરી યોજના માટે મળવાપાત્ર સહાય
વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીને કુલ રૂ.1,10,000 ની સહાય ત્રણ હપ્તા માં મળવા પાત્ર છે.
- પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦ની સહાય
- નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૬૦૦૦ની સહાય.
- ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂ.૧.૦૦ લાખની સહાય.
વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય હેતુ
- દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.
- દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.
- છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરો.
- દિકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશકિતકરણ કરવું.
- બાળલગ્ન અટકાવવા.
વ્હાલી દીકરી યોજના માટે મુખ્ય પાત્રતા
- લાભાર્થી ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
- તા.02/08/2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર રહેશે.દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
- દીકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
- દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે
- કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ.2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ
- અરજદારનું બેંક ખાતું હોવું અને બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જરૂરી છે
- આ યોજના તમામ કેટેગરીના લોકો માટે છે, કોઈપણ કેટેગરીની છોકરી આ યોજના માટે પાત્ર હશે.
વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ
- દીકરી નું જન્મ પ્રમાણપત્ર
- ડોમિસાઇલ પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- રહેઠાણનું પ્રમાણ પત્ર
- માતા-પિતાના આધારકાર્ડ
- માતા–પિતાનું જન્મનું પ્રમાણપત્ર
- માતા-પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
- અરજદારના રેશનકાર્ડની નકલ.
- બેંક એકાઉન્ટ પાસબુક
Vahli Dikri Yojana માટે અરજી કેવી રીતે કરવી?
રસ ધરાવતા પાત્ર ઉમેદવારો Vahli Dikri Yojana Form Pdf ડાઉનલોડ કરીને સરળતાથી અરજી ફોર્મ/નોંધણી ફોર્મ ભરી શકે છે. વ્હાલી દીકરી યોજના ના ફોર્મ વિનામૂલ્યે ગ્રામ પંચાયત અને બાલ અધિકારીશ્રી ની કચેરી અથવા આંગણવાડી કેન્દ્ર અથવા CDPO ( ચાઈલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફિશર કચેરી) થી મળી જશે.
વ્હાલી દીકરી યોજના માટે હેલ્પલાઇન નંબર
વ્હાલી દીકરી યોજના માટે કોઈ પણ સમસ્યા હોઈ તો હેલ્પલાઇન નંબર (HelpLine Number):- 079-232-57942 સંપર્ક કરી શકો છો.