વાહન ખરીદી માટે 5 લાખ સુધીની સહાય: જાણો કેવી રીતે ફોર્મ ભરવું ?

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય ની જનતા ને ઘણા પ્રકાર ની યોજનાઓ નો લાભ મળે છે.જેનાથી લોકો ને આર્થિક સહાય અને વિકાસ થાય છે અને જરૂરિયાતમંદ લોકોને ને મદદ થાય છે. જેમાં સરકારે હમણાં જ એક લોન યોજના બહાર પાડવામાં આવી છે.

યોજનાનો ઉદેશ્ય
આદિજાતિના લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમજ ખૂબ નબળી હોવાના કારણે બેંકો તેમજ સંસ્થાઓ પાસેથી ઉંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના લોકોને સ્વરોજગારી યોજના હેઠળ એમ્બ્યુલન્સ/ મારુતિ કાર/ છકડો/ ટેક્સી મોટર માટેના સાધનોના હેતુ માટે લોન આપવાથી જીવન ધોરણ ઊંચું લાવી શકાય તે માટે આ યોજના બહાર પાડવામાં આવી છે.

પાત્રતા

અરજદાર આદિજાતિ નો હોવા અંગેનો દાખલો અથવા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. 
લાભાર્થીની ઉંમર 18 વર્ષથી ઓછી તથા 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 

અરજદારનું ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ ફરજિયાત રજૂ કરવાની રહેશે.

લાભાર્થીએ જે એમ્બ્યુલન્સ/ મારુતિ વાન/ ચકડો/ રિક્ષા/ પિકઅપ વાન/ ટેક્સી મોટર માટે જે પણ ધિરાણ ની માંગણી કરી હોય તેની જાણકારી અંગે તાલીમ લીધેલ હોવી જોઈએ. અને તાલીમ લીધેલી છે તે અંગેનું પ્રમાણપત્ર ફરજીયાત રજૂ કરવાનુ થશે તેમજ લાઈસન્સ અથવા બેઝ લાઈસન્સ રજૂ કરવાનુ રહેશે. અરજદારની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1, 20, 000 તેમજ શહેરી વિસ્તાર માટે 1,50,000 થી વધુ ન હોવી જોઈએ.
કેટલી લોન મળવાપાત્ર થશે

5 લાખ ની મર્યાદામાં લોન આપવામાં આવશે.

લાભાર્થીનો ફાળો

આ યોજનામાં લાભાર્થીનો ફાળો કુલ 10 ટકા પ્રમાણે ભરવાનો રહેશે.

વ્યાજનો દર

વાર્ષીક 4 ટકા તેમજ વિલંબિત ચુકવણી માટે વધારાના 2 ટકા દંડનીય વ્યાજ ચૂકવવાનું રહેશે.
લોન પરત કરવાનો સમયગાળો

20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઈ કરવાની રહેશે.

લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવાની અરજદાર ને છૂટ મળશે.

અરજી કોના દ્રારા મોકલવી

આદિજાતિના વિસ્તારનાં અરજદારે જે તે વિસ્તારનાં પ્રાયોજના વહીવટદારશ્રી ની ભલામણ મોકલવાની રહેશે.
અરજી ક્યાં કરવી

આદિજાતિ નિગમની સત્તાવાર વેબસાઇટ પરથી તમે અરજી કરી શકશો. https://adijatinigam.gujarat.gov.in/

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Ikhedut Portal અરજી કરવા માટે  અહીં ક્લિક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર