સાવધાન ગુજરાત ભારે વરસાદની આગાહી : લો-પ્રેશર સક્રિય, અતિભારે વરસાદ માટે તૈયાર થઈ જાવ, આટલા જિલ્લા

RAIN IN GUJARAT, RAIN FORECAST, METEOROLOGICAL DEPARTMENT, ગુજરાત વરસાદ ન્યૂઝ, વરસાદ આગાહી, હવામાન વિભાગ, હવામાન આગાહી

આજે રાજ્યના મોટાભાગનાં વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની અસર વધુ રહેશે. અરબી સમુદ્રમાં હાલ મોટું લો પ્રેશર સિસ્ટમ  સક્રીય થઈ છે. જેના કારણે ભારે વરસાદની શક્યતા છે.

આજે કચ્છના ભાગોમાં અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસશે. સૌરાષ્ટ્રમાં આજે દેવ ભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં કોઈક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમરેલી, ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસી શકે છે.




બેથી ત્રણ સિસ્ટમ સર્જાતાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે

12 તારીખે વરસાદને લઈને વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠાનાં કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને અરવલ્લી આ જીલ્લાનાં વિસ્તારોમાં વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




આ પણ વાંચો



અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો