સાવધાન ગુજરાત ભારે વરસાદની આગાહી : જાણો કયા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ ?

રાજ્યમાં આજથી એટલે 9 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે




“આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે. અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે. મોટાભાગે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દરમિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર તેમજ દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

9 ઓગસ્ટ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



જ્યારે જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ,વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

10 ઓગસ્ટ: દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.




જ્યારે જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અમરેલી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

11 ઓગસ્ટ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં  ભૂક્કા બોલાવે તેવી આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે 6 જીલ્લામાં રેડ એલર્ટ જિલ્લામાં જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, નવસારી, વલસાડ અને ડાંગમાં (રેડ એલર્ટ) ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.




ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને બાકી રહેલા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો