આજે આટલા જિલ્લામાં મેઘ તાંડવ, 24 થી 28 જુલાઈમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કરી ફરી નવી આગાહી

હવાામન વિભાગના દાવા પ્રમાણે હજુ પણ 2 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. તેમાં ભારેથી લઈને અતિભારે વરસાદની સંભાવના છે. આજે કચ્છ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. એટલે કે અહીં 4થી લઈને 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે.
24 થી 28 જુલાઈમાં ભારે વરસાદ

ગુજરાતમાં આગામી 24 થી 28 હજુ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કચ્છ, ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું છે. સાથે જ દરિયાકાંઠે પવનની ગતિ પણ વધી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે. રાજકોટ, જામનગર અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 2 દિવસ ભારે વરસાદ

 

હવાામન વિભાગના દાવા પ્રમાણે હજુ પણ 2 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. તેમાં ભારેથી લઈને અતિભારે વરસાદની સંભાવના છે. આજે કચ્છ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. એટલે કે અહીં 4થી લઈને 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મોરબી, આણંદ, ભરૂચ, સુરત અને વલસાડમાં યલો એલર્ટ અપાયું છે. એટલે કે આ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.

25 તારીખે ભારે વરસાદ
25 જુલાઈએ 9 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતના ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લા સામેલ છે. વરસાદ ઉપરાંત 24 અને 25 જુલાઈએ સૌરાષ્ટ્રના દરિયાકિનારે 40થી લઈને 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની સંભાવના છે. આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.
ગુજરાત માટે વરસાદની દ્રષ્ટિએ જુલાઈ મહિનો જોરદાર રહ્યો છે. જોકે, કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદે તારાજી પણ સર્જી છે. પરંતુ મોટાભાગના વિસ્તારોમાં ખેતી અને સિંચાઈ માટે સારા વરસાદની અનુકૂળ સ્થિતિનું નિર્માણ થયું છે. અને પીવાના પાણીની સમસ્યા પણ ઉકેલાઈ ગઈ છે.

⁠⁠⁠⁠હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા કચ્છ, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે તે મુજબ આજે સાંજે સાડા પાંચ વાગે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો અને જોતજોતામાં પાણી વહી નિકળ્યા હતા.
ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. રાપર રવ નંદાસર નિલપર ખીરઈ ડાવરી બાલાસર કલ્યાણપર મોડા ફતેહગઢ આડેસર ચિત્રોડ ગાગોદર પલાંસવા જાટાવાડા આણંદપર સુવઈ રામવાવ ગવરીપર સહિત તમામ ગામોમાં વરસાદ શરૂ થયો હતો.

હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસથી મેઘરાજા ફરી રંગમાં આવશે. કેટલીક જગ્યાએ ધોધમાર તો કેટલીક જગ્યાએ મધ્યમ વરસાદ નોંધાયો છે. શનિવારે પણ રાજ્યના અનેક જિલ્લામાં મેઘ મહેર થઈ છે.
રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 138 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. વાપી અને કપરાડામાં અઢી ઈંચ વરસાદ, ભિલોડામાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે ત્યાં જ 8 કલાકમાં 89 તાલુકામાં વરસાદ પડ્યો છે. અને 10 કલાકમાં 109 તાલુકામાં વરસાદ પડ્યો છે. બીજી તરફ હિંમતનગર, પારડી, સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ કાબક્યો છે

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર