ગુજરાત તરફ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય : ઓગસ્ટ મહિનામાં સમગ્ર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા તેવી આગાહી

નમસ્કાર મિત્રો હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદે વિરામ લીધો છે. જેના કારણે આગામી 5 – 6 તારીખ સુધી રાજ્યના મોટા ભાગ ના વિસ્તારોમાં સારી વરાપ જોવા મળશે. અને કોઈક જગ્યાએ સામાન્ય થી છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે તેમ છે.
જો મિત્રો વાત કોલ વેધર હવામાન મોડેલ પ્રમાણે 8 થી 16 ઓગસ્ટ સુધીમાં રાજ્યનાં વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે. ગુજરાત પર 8 થી 18 તારીખ સુધીમાં અલગ અલગ ત્રણ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવશે. જેના કારણે આ ત્રણેય સિસ્ટમો નો લાભ ગુજરાતને થશે. અને કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ  ભારે વરસાદ પણ વરસી શકે તેવી આગાહી છે મિત્રો.

ગુજરાત પર 5 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધતું જશે. ગુજરાત પર 7 અને 8 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાંથી બનેલી લૉ પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવતા 8 અને 9 તારીખમાં કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે.
જો કે બીજી સિસ્ટમ ગુજરાત પર 11 અને 12 તારીખમાં આવશે. જેના કારણે આ સમયગાળા દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી તેવી આગાહી છે મિત્રો.

જ્યારે 13,14 અને 15 તારીખમાં ગુજરાત માં છૂટો છવાયો હળવો વરસાદ વરસી શકે તેવી આગાહી છે મિત્રો. બંગાળની ખાડીમાંથી બનેલી ત્રીજી સિસ્ટમ 17 તારીખ આજુબાજુ ગૂજરાત તરફ આવશે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હાલ જોવાય છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.