સોનું ખરીદતા પહેલા જરૂર વાંચો : સોનાની કિંમતોમાં આવી શકે છે ભારે ઘટાડો, જાણો ક્યાં સુધી ઘટશે ભાવ

સોનાની કિંમતોમાં ઘટાડા પાછળ એક મોટું કારણ મોંઘવારી માનવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સોનાની ડિમાન્ડ ઘટી શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકો મોટા પ્રમાણમાં આ સિઝનમાં જ્વેલરી ખરીદતા હોય છે.

જો તમે સોનું ખરીદવાનો મૂડ બનાવી રહ્યા હોય તો તમારે હમણાં થોડી રાહ જોવી જોઇએ. જોકે પાછલા કેટલાક મહિનાઓથી સોનાના ભાવ એક જ કક્ષામાં ફરી રહ્યો છે.

ઓગસ્ટ-2020માં સોનું 56000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ઊંચાઇએ હતો. ત્યાર બાદ સોનામાં ભાવમાં મંદી આવી, તેમાંથી આજ સુધી બહાર નથી આવી શક્યા.
સોનાની કિંમતમાં ઘટાડાનું અનુમાન
હકીકતમાં ગ્લોબલ મંદી ને કારણે આગળ પણ સોનાની કિંમતોમાં ઘટાડો નું અનુમાન છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ના અનુસાર ભારતમાં ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે સોનાની ખપતમાં પાછલાના વર્ષની તુલનાએ લગભગ એક ચતુર્થાંશ ઘટાડો આવી શકે છે.

અહીં ક્લિક કરો

ભાવ ઘટવાનું મોટું કારણ મોંઘવારી
તહેવારોની સિઝનમાં વેચાણમાં વધારો જરૂર થયો, પરંતુ જેટલી ધારણા હતી એમાં સફળતા ન મળી. સોનાની કિંમતોમાં ઘટાડાનું મોટું કારણ મોંઘવારી માનવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સોનાની ડિમાન્ડ ઓછી થઇ શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકો મોટા પ્રમાણમાં આ સિઝનમાં જ્વેલરી ખરીદે છે.
જણાવી દઇએ કે ભારત દુનિયામાં સૌથી વધુ સોનાની ખપતવાળા દેશોમાં બીજા સ્થાને છે. પ્રથમ સ્થાને ચીન છે. એક્સપર્ટનું માનીએ તો ડિમાન્ડ ઘટવાને કારણે કિંમતો પર અસર પડી શકે છે, જે બે વર્ષથી વધુ સમયમાં પોતાના સૌથી નીચલા સ્તરની નજીક કારોબાર કરી રહ્યા છે.

ઓલ ટાઇમ હાઇથી 6000 રૂપિયા સસ્તું સોનું
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિયેશનની વેબસાઇટ અનુસાર 01 નવેમ્બરના શરાફા બજારમાં સોનું સસ્તું થઇ 50,460 રૂપિયે આવી ગયું હતું, જે પાછલા મહિનાની શરૂઆતમાં 52 હજાર પર પહોંચી ગયું હતું. ત્યાં ઓગસ્ટ-2020માં સોનાએ રેકોર્ડ 56000 રૂપિયાની સપાટીને સ્પર્શયું હતું.
જણાવી દઇએ કે રિટેલ મોંઘવારી દરમાં સતત વધારો થઇ રહ્યો છે. સપ્ટેમ્બરમાં ભારતની વાર્ષિક ફુગાવોનો દર 7 ટકાની ઉપર રહ્યો. ભારતમાં સોનાની બે તૃતીયાંશ માંગ મોટેભાગે ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. નું માનીએ તો ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતની સોનાની માંગ પાછળના વર્ષની 343.9 ટનથી ઘટીને લગભગ 250 ટન રહી શકે છે. તેમણે કહ્યું કે ઘટાડો 2022માં ભારતની કુલ સોનાની ખપતને લગભગ 750 ટન સુધી લાવી શકે છે, જે પાછળના વર્ષના 797.3 ટનથી 6% ઓછી છે.)

જોકે કન્ઝ્યુમર અને સેન્ટ્રલ બેંકની ખરીદીના દમ પર વૈશ્વિક સ્તર પર સોનાની માંગ કોવિડથી પહેલાંના સ્તરે પહોંચી ગઇ છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વાર્ષિક આધાર પર સોનાની ડિમાન્ડ 28 ટકા વધીને 1,181 ટન પર પહોંચી ગઇ અને આ વર્ષે એટલે કે 2022માં હજુ સુધી ડિમાન્ડ પાછલા વર્ષની તુલાનાએ 18 ટકા વધી ગઇ.
અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો