સાબરકાંઠાના LIVE દ્રશ્યો : ટ્રેક્ટરમાં માટી ભરાઈ રહી હતી ને સામેથી નદીનો પ્રવાહ આવ્યો, ટ્રેક્ટરને લોકો ધક્કા મારી-મારી થાક્યાં, અંતે જીવ બચાવી ભાગ્યાં

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ધનિયોર ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં ટ્રેકટર રેતી ભરવા ગયું અને અસાનક નદીમાં પાણી આવતા ટ્રેકટર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
લાંબી શોધખોળ બાદ ટ્રેકટર મોડી રાત્રે એક કિમી દૂરથી બહાર કાઢ્યું આવ્યું હતું. અસાનક નદીમાં પાણી આવતા ટ્રેકટર ગરકાવ મેશ્વો નદી પર તલોદ નજીક ગોરઠીયા અને જવાનપુરા બેરેજ આવેલા છે.

ત્યારે ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં નદીમાં પાણી આવ્યું હતું. તલોદ તાલુકાના ધનિયોર ગામ નજીક ટ્રેકટર નદીમાં રેતી ભરવા ગયું હતું.
નદીમાં રેતી ભરાઈ રહી હતી અને અસાનક મેશ્વો નદીમાં પાણી આવતું દેખાતા જ લોકોએ ટ્રેકટર બહાર કાઢવા માટે પ્રયત્ન શરૂ કર્યો હતો પણ માટીમાં ભરાઈ ગયેલ ટ્રેકટર ન નિકળતા ચાલક સહિત રેતી ભરનારા બહાર નીકળી કિનારા પર આવી ગયા હતા અને ટ્રેકટર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ત્યાર બાદ લાંબી શોધખોળ બાદ મોડી રાત્રે તણાયેલું ટ્રેકટર ધનિયોરથી એક કિમી દૂર મળી આવ્યું હતું.
અહીં ક્લિક કરો