રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ 2022 : દેશને આજે મળશે 15મા રાષ્ટ્રપતિ, સવારે 11 વાગ્યાથી શરૂ થશે મતગણતરી

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દેશભરમાંથી મતપેટીઓ મંગળવારે સાંજ સુધીમાં સંસદ ભવન પહોંચી ગઈ હતી અને મતગણતરી અધિકારીઓ પણ તૈયાર છે. મતગણતરી એ જ રૂમ નંબર 63માં થશે, જ્યાં સાંસદો માટે મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ રૂમને સ્ટ્રોંગ રૂમમાં ફેરવીને મતપેટીઓ રાખવામાં આવી છે. અહીં સઘન સુરક્ષા વ્યવસ્થા છે.

સાંજ સુધીમાં આવશે પરિણામ

આ ચૂંટણીઓ માટે રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને મુખ્ય ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. તેઓ મતગણતરીની દેખરેખ રાખશે. સાંજ સુધીમાં પરિણામ આવવાની આશા છે.
પહેલા સાંસદોના મતની ગણતરી કરવામાં આવશે

પહેલા સાંસદોના મતની ગણતરી કરવામાં આવશે અને રિટર્નિંગ ઓફિસર મોદી એના ટ્રેન્ડ વિશે માહિતી આપશે. ત્યારપછી દસ રાજ્યોના ધારાસભ્યોના મત મૂળાક્ષરો પ્રમાણે ગણાશે અને 20 રાજ્યોના મતોની ગણતરી કરાયા બાદ મોદી ફરીથી ટ્રેન્ડની માહિતી જાહેર કરશે. અંતે. પરિણામ જાહેર કરવામાં આવશે

દેશને આજે મળશે 15મા રાષ્ટ્રપતિ, સવારે 11 વાગ્યાથી મતગણતરી શરૂ થશે
ભારતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સ્થાને નવા મહામહિમ કોણ હશે એની સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવશે. 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી સવારે 11 વાગ્યે સંસદભવનમાં શરૂ થશે. વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા સામે સત્તાધારી એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જીત અને હારના મતનો તફાવત મતગણતરીથી જાણી શકાશે.
અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર