સોલાર રૂફટોપ યોજના 2022 : સોલાર સીસ્ટમ લગાવવા માટે મળશે સરકાર તરફથી સબસીડી વધુ માહિતી અહીંથી જોવો.

સોલાર રૂફટોપ યોજના 2022 | સોલાર યોજના | સોલાર રૂફટોપ યોજના | Solar Rooftop Yojana  | Gujarat Solar Rooftop Sahay Yojana
આ યોજનાની અમલવારી રાજ્યો દ્વારા વિવિધ રીતે શરૂ કરવામાં આવી. સોલાર રૂફટોપ યોજના દ્વારા સૂર્યના કિરણ પરથી વીજળી ઉત્પન્ન કરી શકશો તે માટે સોલાર પ્લેટ ધાબા પર કે ઈમારતની છત પર લગાવવામાં આવે છે. જેના દ્વારા ઇલેક્ટ્રિકસીટી ઉત્પન્ન કરીને તેનું વેચાણ પણ કરી શકાય છે અને ઘર વપરાશ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. 
યોજનાનું નામ સોલાર રૂફટોપ યોજના 2022 
ક્યા લાભાર્થીઓ મળશે  ભારતના નાગરિકો
કેટલી સબસીડી મળવાપાત્ર થાય 20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર
સોલાર પેનલની સમય મર્યાદા 20 વર્ષ સુધી
Official website https://solarrooftop.gov.in/
સોલાર રૂફટોપ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું ?

રાજ્યમાં હરિત અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવું

કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું

અશ્મીભૂત ઇંધણો ઉપર નિર્ભરતા ઘટાડવી

સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા યોજનાના લક્ષ્ય પ્રાપ્ત કરવા

સોલાર રૂફટોપ યોજનાના લાભ 

મફત વીજળી : સોલર પ્લાન્ટ લગાવવાનો ખર્ચ અંદાજે 5 વર્ષ માં વસૂલ થઈ જશે, પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના 20 વર્ષ સુધી મફત મળશે, આમ ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ પણ આ યોજના ખૂબ જ ફાયદાકારક છે.
• વધારાની વીજળી વીજ કંપની ખરીદશે : જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થતી હશે તો તે ગ્રીડમાં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી થયેલ ભાવ મુજબ 25 વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે અને નિયત રકમની ચૂકવણી પણ કરવામાં આવશે.

• આવકમાં વૃદ્ધિ : તમારા વપરાશ સિવાયના યુનિટ rs.2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ને અંતે વીજબિલ માં જમા થતી વધારાની રકમ આપના બેન્ક ખાતામાં મોકલવામા આવશે.

• 5 વર્ષ માટે મફત મેઈન્ટેનન્સ : સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થપાયા બાદ જે તે એજન્સી ૫ વર્ષ સુધી સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરશે.
સોલાર રૂફટોપ યોજનાની સબસીડી

ભારત સરકાર દ્વારા આપવામાં આવતી Solar Rooftop Yojana Subsidy નીચે મુજબ આપેલી છે:

ક્રમ કુલ ક્ષમતા કુલ કિમત પર સબસીડી
1. 3 KV સુધી 40%
2. 3 KV થી 10 KV સુધી 20%
3. 10 KV થી વધુ સબસીડી નહિ મળે

સોલાર રૂફટોપ યોજના 2022 માટે ઓનલાઇન એપ્લાય કઈ રીતે કરવું ?
https://suryagujarat.guvnl.in/ આ લિંક પર ક્લિક કરીને અરજી કરી શકાય
https://solarrooftop.gov.in/ (રાષ્ટ્રીય સ્તરે કાર્યરત સોલાર રૂફટોફ યોજનાની જાણકારી માટે)

અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો