Home iKhedut Portal ikhedut Portal | Solar Light Trap Yojana |  સોલર લાઇટ ટ્રેપ યોજના...

ikhedut Portal | Solar Light Trap Yojana |  સોલર લાઇટ ટ્રેપ યોજના 2022

89

ikhedut Portal | Solar Light Trap Yojana |  સોલર લાઇટ ટ્રેપ યોજના 2022

પાકના રક્ષણ માટે ખેડૂતો વસાવી લે સૂર્યથી ચાલતું આ સાધન, 90% સુધીના પૈસા ગુજરાત સરકાર આપશે

ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતાં હોય છે ત્યારે હાલમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં સૂર્ય પ્રકાશથી ચાલતા સોલર લાઇટ ટ્રેપ ઘણી લોકપ્રિય બની ગઈ છે.

  • ખેડૂતોને જંતુઓના ત્રાસથી મળશે મુક્તિ 
  • સરકાર આપી રહી છે સબસિડી 
  • સોલાર લાઇટ ટ્રેપ માટે મળે છે 90% સુધીની સબસિડી 

ikhedut Portal પર ખેડૂતો માટે ચાલે છે અનેક યોજનાઓ 

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ તથા આર્થિક ઉત્થાન માટે ઘણી બધી સરકારી યોજનાઓ દ્વારા સહાય આપવામાં આવે છે. સરકારની પ્રચલિત યોજનાઓ વિષે તો ખેડૂતોને જાણકારી મળી જાય છે પરંતુ ઘણી નાની યોજનાઓ જે મોટો ફાયદો આપી શકે છે તેવી યોજનાઓ પણ ખેડૂતોને લાભ આપી શકે છે. આવી જ એક યોજનામાં ખેડૂતોને સોલાર ટ્રેપમાં સહાય મળી રહી છે જેની અંતિમ તારીખ 21 માર્ચ, 2022 છે. જો તમે પણ આ યોજનામાં લાભ લેવા માંગતા હોવ અને અરજી કરવાની સંપૂર્ણ વિગત જાણવી હોય તો વાંચો અહેવાલ. 

ikhedut Portal પર સોલાર લાઈટ ટ્રેપ માટે મળે છે આર્થિક સહાય 

ખેડૂતોને પાકમાં સૌથી મોટા સમસ્યા આવે છે જંતુઓની. ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતાં હોય છે ત્યારે હાલમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં સૂર્ય પ્રકાશથી ચાલતા સોલર લાઇટ ટ્રેપ ઘણી લોકપ્રિય બની ગઈ છે. હવે સરકાર આ ટ્રેપ માટે ખેડૂતોને આર્થિક સહાય પણ આપે છે. ખેડૂતોને સોલાર લાઇટ ટ્રેપ ખરીદવા માટે સબસિડી આપવામાં આવી રહી છે. 

ikhedut Portal પર કોને મળી શકે છે આ સહાય? 

આ યોજનાનો લાભ ગુજરાતનાં ખેડૂતોને મળી શકે છે ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ તથા પોતાની જમીનનું રેકોર્ડ અથવા 7/12 ના ઉતારાની નકલ હોવી જોઈએ

ikhedut Portal પર કેટલી મળશે સહાય?

SC/ST જાતિના ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપની કિંમતના 90 % અથવા રૂ. 4500/- ની મર્યાદામાં આ બે માંથી ઓછું હોય તે

જ્યારે અન્ય તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂ.3500/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે  

ikhedut Portal પર ખેડૂતોને યોજનામાં સહાય લેવા માટેની આધિકારિક વેબસાઇટ 

https://ikhedut.gujarat.gov.in/

ખાસ ધ્યાન રાખવું કે આ યોજનામાં સહાય લેવા માટે અરજી કરવાની અંતિમ તારીખ 21 માર્ચ, 2022 છે. ખેડૂતોએ આ તારીખ પહેલા જ અરજી કરી દેવાની રહેશે. 

ikhedut Portal પર કઈ રીતે કરવી અરજી?

ગુજરાતનાં ખેડૂતોને સરકારી યોજનામાં સહાય માટે સરકાર દ્વારા ikhedut portal બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલની મદદથી ખેડૂતોને લગતા ઘણા બધા કામ ઓનલાઈન જ થઈ જાય છે. માત્ર સોલાર ટ્રેપ યોજના જ નહીં, અન્ય યોજનાઓનો પણ લાભ લેવા માટે આ પોર્ટલ પર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. 

ikhedut Portal પર કયા દસ્તાવેજની પડશે જરૂર? 

1. તમારી જમીનની 7-12ની કૉપી 
2. રેશનકાર્ડની કૉપી 
3. આધારકાર્ડની કૉપી 
4. SC અથવા ST કેટેગરીના ખેડૂત હોવ તો તેનું સર્ટિફિકેટ
5. ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
6. બેંક ખાતાની પાસબુક
7. મોબાઈલ નંબર

ikhedut Portal પર કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? 

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઘેર બેઠા જાતે જ ઓનલાઈન અરજી કરી શકે છે

STEP-1 
ગૂગલ સર્ચ કરીને ikhedutl Portal 2022 ની વેબસાઇટ ખોલવી અને તેમાં ‘યોજના’ પર ક્લિક કરવું. 

STEP-2 
યોજના પર ક્લિક કર્યા બાદ ‘ખેતીવાડી યોજનાઓ’ પર ક્લિક કરવું જે બાદ અનેક યોજનાઓ ખુલશે, તેમ સોલાર લાઇટ ટ્રેપ પર ક્લિક કરવું. 

STEP-3 
યોજનાની માહિતી વાંચ્યા બાદ અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે. જે બાદ જો પહેલાથી જ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ હશે તો હા અને ન કર્યું હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તે બાદ આગળની પ્રક્રિયા કરી શકાશે. 

STEP-4 
પહેલેથી જ રજીસ્ટ્રેશન કરેલ હશે તો જે તે ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને એપ્લિકેશન સેવ કરવાનું રહેશે. 

STEP-5 
ફરીથી આખી અરજી વાંચીને એપ્લિકેશન કન્ફર્મ કરવાનું રહેશે, જેની પ્રિન્ટ પણ મેળવી શકાય છે.