ચોમાસાએ મોટાભાગનાં વિસ્તારો માંથી વિદાય લઈ લીધી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે રાજ્યમાં ફરી એકવખત અમુક જીલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.
વધુમાં તેને જણાવ્યું છે કે 15 ઓકટોબર સુધી રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદ રહેવાની શક્યતા છે.
જો કે અત્યારે બપોરે અસહ્ય ગરમી પડી રહી છે અને રાત્રે ઠંડક ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યા છે. આંધ્રપ્રદેશ પર સર્કયુલેશન સક્રીય થયું હોવાથી તેની અસર ગૂજરાત રાજ્યમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો : ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ : યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે ચેક કરો.
ડાંગર અને કેળાની ખેતી કરતા ખેડૂતોને વરસાદ પડવાથી નુકસાની થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ હળવો વરસાદ પણ વરસી શકે છે.
સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં વાતાવરણ કોરુ રહેવાની સંભાવના છે.
અહીં ક્લિક કરો | |
Home | અહીં ક્લિક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો