રાજ્યમાં ફરી વરસાદની આગાહી, 8 થી 11 ઓકટોબર સુધીમાં ક્યાં વરસાદ જોવો ?

ચોમાસાની વિદાય વેળાએ ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં આજે દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, આણંદ, સુરત, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 8 થી 11 તારીખો દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 8થી 11 ઓક્ટોબર દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દશેરાના મહાપર્વે ભાવનગરના અનેક વિસ્તારમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અનેક ભાગોમાં હજુ વરસાદ થવાની શક્યતા સેવવામાં આવી છે.




8મી ઓક્ટોબરે ગીર-સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. એ સિવાય દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. નોંધનીય છે કે, 7મી અને 8મી તારીખે થન્ડકસ્ટ્રોર્મ એક્ટિવિટીની અસર જોવા મળશે.

આ પણ વાંચો : ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ : યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે ચેક કરો.

9મી ઓક્ટોબરે રાજ્યમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

આ સાથે દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા છે.




અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો