ખેડૂતો માટે / પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ: હવે ખેડુતો ઘરે બેઠાં જાતે જ કરી શકશે આ કામ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને કારણે લાભાર્થી માટે વિશેષ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન દ્વારા ખેડૂત તેમની સ્થિતિ ઓનલાઇન ચકાસી શકે છે. આ માટે, ખેડૂતોએ પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. હવે વડા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ પીએમ કિસાન મોબાઇલ એપ દ્વારા તેમની સ્થિતિ ઓનલાઇન ચકાસી શકે છે.

આ માટે, ખેડૂતો પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અને વધુ માહિતી માટે, ખેડૂત પીએમ કિસાન યોજના હેઠળ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર લોગિન કરી શકશે.

એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટેટ્સ કંઈ રીતે ચેક કરી શકશો?
(1) જો તમારી પાસે સ્માર્ટ ફોન છે તો તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ PM Kisan Scheme Mobile App સર્ચ કરી ડાઉનલોડ કરી શકો છો.

(2) આ એપ્લિકેશન તમને PM Kisan નામથી પ્લે સ્ટોરમાં જોવા મળશે. ડાઉનલોડ કર્યા બાદ એપમા તમને ઘણા ઓપ્શન મળશે. જેની માટે તમારે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે.

(3) રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને હોમ પેજ ઉપર આધાર કાર્ડ એડિટ કરવાથી લઈને ઇન્સ્ટોલમેન્ટ ચેક કરવા સુધીનાં તમામ ઓપ્શન મળશે.
(4) જો તમે ઇન્સ્ટોલેશન ને લગતું સ્ટેટ્સ ચેક કરવા માંગતા હો તો તમારે ઇન્સ્ટોલેશન ચેક નાં ઓપ્શન પર ક્લિક કરવું પડશે. 

(5) ત્યાર બાદ એક પેજ ખુલશે જ્યાં બેન્ફિટ સ્ટેટ્સ માં તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અથવા બેંક ખાતા નંબર એન્ટર કરવો પડશે.

આ પણ વાંચો: ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ : યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે.

(6) નંબર એન્ટર કર્યા બાદ સબમિટ નાં ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ ઇન્સ્ટોલમેન્ટ નુ સ્ટેટ્સ તમે તપાસી શકશો, એટલે કે કેટલા હપ્તા તમારા ખાતામાં જમા થયા છે તે જાણી શકશો.
PM-KISAN યોજનાની ઓફિશિયલ મોબાઈલ એપ્લિકેશન અહીં ક્લિક કરો.
અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો