PM Kisan Helpline Number : પીએમ કિસાન યોજનાના 11મા હપ્તાનો નથી મળ્યો લાભ, આ નંબર પર કરો કોલ, મળશે સમાધાન

PM Kisan Helpline Number

PM Kisan Helpline Number – PM Kisan Scheme: પીએમ કિસાન યોજનાના 11મા હપ્તાનો નથી મળ્યો લાભ, આ નંબર પર કરો કોલ, મળશે સમાધાન

શું છે PM કિસાન યોજના?




પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાયક ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ બે-બે હજાર રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ હપ્તા દર ચાર મહિને આવે છે એટલે કે આ યોજના હેઠળ વર્ષમાં ત્રણ વખત ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયા મોકલવામાં આવે છે. 

અત્યાર સુધીમાં બે-બે હજાર રૂપિયાના 10 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 1 જાન્યુઆરી, 2022 ના રોજ 10 મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ પૈસા સીધા ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધીમાં સરકારે આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં 1.8 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્સફર કર્યા છે.




જો હપ્તો જમા ન થયો હોય તો અહીં કરો ફરિયાદ [PM Kisan Helpline Number]

➤પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266

➤પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261

➤પીએમ કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011-23381092, 23382401

➤PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606

➤પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109

➤ઈ-મેલ આઈડી: pmkisan-ict@gov.in

11મો હપ્તો જમા ન થવાના આ પણ હોઈ શકે છે કારણ




જો પીએમ કિસાન યોજનાનો 11મો હપ્તો તમારા ખાતામાં નથી આવ્યો તો તેનું એક મોટું કારણ તમે ઈ-કેવાયસી ન કરાવ્યું હોય તે પણ હોઇ શકે છે. 

જો તમે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના માટે અરજી કરતી વખતે ભૂલ કરી છે. તેના કારણે હપ્તાના પૈસા પણ અટકી શકે છે. આવી સ્થિતિમાં, આગળના હપ્તાનો લાભ લેવા માટે, તમારે તરત જ આ ભૂલો સુધારવી જોઈએ.