કિસાન સન્માન નિધિના 12મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મોટી ખુશખબર છે : સરકારે તારીખ જાહેર કરી

કિસાન સન્માન નિધિના 12મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મોટી ખુશખબર છે. 17 ઓક્ટોબરે સરકાર તેમના ખાતામાં પૈસા જમા કરશે.

કિસાન સન્માન નિધિ યોજનાના 12 મા હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામા જમા કરવાની સરકારે તારીખ જાહેર કરી છે. જો તમે પણ 12માં હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં 17 ઓક્ટોબરે પીએમ કિસાન યોજના હેઠળ 10 કરોડથી વધુ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયા જમા કરશે. 




યોજના નું નામ પીએમ કિસાન યોજના નો 12મો હપ્તો અહીંયા થી ચેક કરો
હપ્તો પીએમ કિસાન 12 મો હપ્તો
સહાય 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો




લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા થશે 2000ની રકમ 

આ પણ વાંચો : યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે : PM કિસાન 2022 ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ અહીં ક્લિક કરી.

સરકાર 17 ઓક્ટોબરે લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2000ની રકમ જમા કરી દેશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ કિસાન) યોજનાને પીએમ મોદીએ 2019માં લોન્ચ કરી હતી.




આ યોજનાનો ઉદ્દેશ દેશભરના તમામ જમીનધારક ખેડૂત પરિવારોને ખેતીલાયક જમીનની સાથે આવક સહાય પૂરી પાડવાનો છે.

આ પણ વાંચો: e-KYC ફરી શરુ, છેલ્લી તક – ફટાફટ કરો નહીતર PM કિસાન ના 2000 રૂપિયા નહી મળે.

આ યોજના હેઠળ વાર્ષિક ₹6000ની રકમ ₹2000ના 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જ આપવામાં આવે છે. નાણાકીય વર્ષમાં પીએમ કિસાનનો હપ્તો ત્રણ વખત જમા થાય છે. પ્રથમ એપ્રિલ અને જુલાઈની વચ્ચે, બીજું ઓગસ્ટ અને નવેમ્બરની વચ્ચે અને ત્રીજું 3 ડિસેમ્બરથી માર્ચની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે.




આ રીતે લિસ્ટમાં નામ ચેક કરી શકાય 

1. સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ જવું પડશે.

2. તેના હોમપેજ પર, તમને ફાર્મર્સ કોર્નરનો વિકલ્પ દેખાશે.

3. ફાર્મર્સ કોર્નર સેક્શનની અંદર તમારે લાભાર્થીઓની યાદીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામની પસંદગી કરવાની રહેશે.




5. આ પછી, તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવું પડશે. આ પછી, લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ બહાર આવશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો