રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે, હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં.

ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે. હાલ ભારે વરસાદ વરસાદના કોઈ સંકેત નથી. હવામાન વિભાગ પ્રમાણે, હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહીવત છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડશે. પાંચ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો આવી શકે છે. માછીમારો માટે હાલ કોઈ સૂચના નથી. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં સામાન્યથી 40 ટકા વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં 50 ટકા અને કચ્છમાં 107 ટકા વધુ વરસાદ પડ્યો છે.
ઘટી રહ્યુ છે વરસાદનું જોર

બીજી તરફ આગાહી પ્રમાણે રાજ્યમાં ધીમેધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ જ નોંધાયો છે. રાજ્યના 10 તાલુકામાં અડધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો રાજ્યના બે તાલુકામાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.
સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. મહેસાણાના વિજાપુરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.  વહેલી સવારે સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરમાં કતારગામ,અઠવા, રાંદેરમાં વરસાદ નોંધાયો છે. અડાજણ,અમરોલી વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે.

કેવુ રહેશે તાપમાન?
આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 26 ઓગસ્ટ એ અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નથી.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ વરસાદની કોઈ સંભાવના નથી.

આણંદમાં મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 રહેશે. ઉપરાંત હળવો વરસાદ થવાની શક્યતા છે.
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર