ગુજરાતમાં આગામી દિવસોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી.

RAIN IN GUJARAT, RAIN FORECAST, METEOROLOGICAL DEPARTMENT, ગુજરાત વરસાદ ન્યૂઝ, વરસાદ આગાહી, હવામાન વિભાગ, હવામાન આગાહી

હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસશે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ ખમૈયા કર્યા હતા. પરંતુ મેઘરાજાએ ફરીવાર રાજ્યમાં એન્ટ્રી મારી દીધી છે. એટલે કે હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓને મેઘરાજા ફરીવાર ધમરોળશે.

બંગાળમાં લો પ્રેશર થવાના કારણે રાજ્યમાં થશે ભારે વરસાદ

આ પણ વાંચો: 13 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધશે, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.

વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં 13 તારીખના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેમાં વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદ થશે. એ સિવાય ડાંગ, નર્મદા અને ભરૂચને પણ મેઘરાજા ધમરોળશે. બંગાળમાં લો પ્રેશર થવાના કારણે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગઇકાલે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ગઇકાલે ગુજરાતમાં અમદાવાદ, જામનગર, ભાવનગર, સુરત સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.
આગામી દિવસોમાં રાજ્યમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

તમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

આ પણ વાંચો
સોના ચાંદીના ભાવ જોવા  અહીં ક્લિક કરો.
મફત જમીન માપણી માટે અહીં ક્લિક કરો.

આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર-મધ્યમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે.

દક્ષિણ ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે
મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે એવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, મુંબઈના ભાગોમાં 10 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરોઅહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

RAIN IN GUJARAT, RAIN FORECAST, METEOROLOGICAL DEPARTMENT, ગુજરાત વરસાદ ન્યૂઝ, વરસાદ આગાહી, હવામાન વિભાગ, હવામાન આગાહીતમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.