હવામાન વિભાગની નવી આગાહી, 8, 9 અને 10 તારીખમાં ભારે વરસાદ જોવો ક્યાં જિલ્લામાં?

મનોરમા મોહંતીએ વરસાદને લઈને વિગતો આપતા જણાવ્યું હતું કે આવનારા પાંચ દિવસસોમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ તેમજ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી.
જેમાં ગુજરાતમાં નવસારી, વલસાડ, અમરેલી, અને સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો

➤આવતી કાલથી બંગાળની ખાડી તોફાની બનશે, ગુજરાતમાં જાણો કયા જિલ્લામાં અસર થશે ?

બંગાળની ખાડીમાં હવાનું પ્રેશર સર્જાતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની  આપેલી માહિતી મુજબ.
8મી સપ્ટેમ્બરનાં રોજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, આણંદ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગની  આપેલી છે.

9 સપ્ટેમ્બર નાં રોજ વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલી છે.
10મી સપ્ટેમ્બરના રોજ તાપી, નવસારી, ડાંગ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે અન્ય કેટલાંક છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરેલી છે.

અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.