આ રીતે તૂટ્યો મોરબીનો ઝૂલતો પુલ, જુઓ CCTV ફૂટેજ

મોરબીમાં તૂટેલા ઝૂલતા પુલમાં અનેક લોકોના પરિવારજનો છીનવાઈ ગયા છે. ઝૂલતા પુલ પર હરવા-ફરવા ને મોજ-મસ્તી કરવા ગયેલા અનેક લોકો ઘરે પરત ફર્યા નથી.

મોતનો આંક વધી રહ્યો છે. ત્યારે આ દુર્ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, ગણતરીની સેકન્ડમાં જ ઝૂલતો પુલ તૂટે છે અને લોકો મચ્છુ નદીમાં નીચે ખાબકે છે.
આ CCTV ફૂટેજમાં જણાઈ રહ્યું છે કે, ગઈકાલે 30 ઓક્ટોબરના રોજ સાંજે 6-32 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બને છે. લોકો મુક્તમને ઝૂલતા પુલ પર ચાલી રહ્યા છે. આ દરમિયાન જ અચાનક એક બાજુથી પુલના દોરડા તૂટી પડે છે અને લોકો સીધા જ નીચે પાણીમાં ગરકાવ થઈ જાય છે.

મોરબીમાં પુલની દુર્ઘટનાના 24 કલાક બાદ પણ કોઈની સ્પષ્ટ જવાબદારી નક્કી નથી થઈ રહી. પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ આરોપ લાગી રહ્યા છે કે દુર્ઘટનાના અસલી ગુનેગારોને તંત્ર છાવરી રહ્યું છે.
આવા સમયે દિવ્ય ભાસ્કરે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દુર્ઘટનાના પીડિતો સાથે વાત કરી.

રવિવારની ઘટનામાં હેમખેમ બચેલા અશ્વિનભાઈએ જણાવ્યું કે પુલ પર તેની ક્ષમતા કરતા લોકો અનેકગણા વધારે હતા. આવા સમયે 25થી 30 વર્ષની વયના યુવાનોનું ટોળુ મસ્તીએ ચઢ્યું અને પુલ બ્લોક કરી દિધો.
કેટલાક લોકો આગળ વધવા માટે બુમો પાડવા લાગ્યા અને આવા સમયે પુલ વધારે હલવા લાગ્યો હતો. થોડા જ સમયમાં ત્રણ કડાકા થયા અને પૂલ સેંકડો લોકો સાથે મચ્છુ નદીના પાણીમાં પડ્યો હતો.

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો