ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહીવત, સામાન્ય અને છુટા છવાયા ઝાપટા પડવાની શક્યતા.

ગુજરાતમાં ચોમાસુ અંતિમ ચરણમાં છે. આમ તો ગુજરાતમાં વરસાદનું જોર છેલ્લા થોડા દિવસથી ઘટી ગયુ છે.
રાજયમાં હાલ ભારે વરસાદ નહી પડે. પરંતુ સામાન્ય અને છૂટો છવાયો વરસાદ પડવાની હવામાન વિભાગે  આગાહી કરી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

જયારે સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા વરસાદની શકયતા છે. હાલ વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો થયો હોવાથી ભારે વરસાદ  પડવાની કોઈ સંભાવના નથી.
અત્યાર સુધી રાજયમાં સીઝનનો 30 ઈંચ વરસાદ વરસ્યો છે. તો સીઝન કરતા 28 ટકા વધુ વરસાદ પડતા રાજયના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

પાંચ દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસુ અંતિમ ચરણમાં છે. આમ તો ગુજરાતમાં વરસાદનું જોર છેલ્લા થોડા દિવસથી ઘટી ગયુ છે. જો કે હવામાન વિભાગે ફરી પાંચ દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની માહિતી અનુસાર મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.
રાજ્યમાં અમરેલી ભરૂચ, દાહોદ,છોટા ઉદેપુર ડાંગમાં પણ વરસાદ પડી શક છે. જેના કારણે તાપમાનમાં ભેજનું પ્રમાણ રહેશે.

છોટા ઉદેપુર અને દાહોદ વરસાદી ઝાપટાનુ અનુમાન

તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ અહીં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે દાહોદમાં પણ 81 ટકા ભેજ સાથે મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો ડાંગમાં પણ ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે અને મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.
અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો