ગુજરાત પર વધુ એક વરસાદી સિસ્ટમ થઇ સક્રિય, 8 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધશે.

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામી શકે છે. વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે.
ગુજરાતમાં ચોમાસુ અંતિમ ચરણમાં છે. ત્યારે હવે વરસાદ પણ ધીરે ધીરે ઘટતો જઇ રહ્યો છે. આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ખૂબ સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. જો કે હવામાન વિભાગે આગામી 8 અને 9 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના પગલે 8 સપ્ટેમ્બર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં આજે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને તેના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે.
જ્યારે ઉત્તર ગુજરાતમાંહળવો વરસાદ વરસી શકે છે. અમદાવાદ,ગાંધીનગર અને ખેડામાં ભેજવાળું વાતાવરણ રહેશે. હાલ ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભેજવાળા વિસ્તારોમાં જ વરસાદ પડવાની શક્યતા છે.

8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદનું જોર વધશે

આ પણ વાંચો

PM કિસાન 2022 : 12મો હપ્તો પહેલા આ વિગતો ચેક કરો , નવી લાભાર્થીની યાદી જુઓ.

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામી શકે છે. વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. આગામી 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદનું જોર વધશે.
બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ બની હોવાથી વરસાદનું જોર વધી શકે છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બની હોવાથી દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે. જો કે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.

અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો