હવામાન વિભાગ : રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્ય વરસાદ… પરંતુ 22 ઓગસ્ટ બાદ વરસાદની આગાહી?

ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્ય વરસાદ રહેશે. પરંતુ 22 ઓગસ્ટથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.
રાજસ્થાનની ઉત્તર પશ્ચિમ તરફ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ઘણી જગ્યા ઉપર અવિરત ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. બીજી બાજુ ઉપરવાસની અંદર ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર ધોધમાર વરસાદને લઈને રાજ્યના મોટાભાગના ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે.અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો