PM KISAN : આ રીતે ઘેર બેઠા મોબાઈલથી કરી નાંખો e-KYC, નહીંતર બંધ થઈ જશે 2000નો હપ્તો

આ રીતે ઘેર બેઠા મોબાઈલથી કરી નાંખો e-KYC, નહીંતર બંધ થઈ જશે 2000નો હપ્તો. પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ PM Kisan E-kyc કરાવવું જરૂરી છે, જેની નવી લિંક જાહેર થઇ છે. જાણો વિગતવાર

PM Kisan E-kyc માટે નવી લિંક થઇ જાહેર

દેશના તમામ ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે વિવિધ સરકારી યોજનાઓ ચાલે છે. જેમ કે PM Kisan, કિસાન ક્રેડિટ કાર્ડ, ખેડૂત પેન્શન યોજના વગેરે.




હાલમાં પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનામાં એક નવી જાહેરાત કરવામાં આવી છે. નવી જાહેરાત મુજબ દેશના તમામ ખેડૂતોને PM Kisan e-KYC કરવું પડશે. 

PM Kisan E KYC ઓનલાઈન કેવી રીતે કરશો?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો હવે ઘરે બેઠા પોતાના મોબાઈલ પર પણ ઈ કેવાયસી કરાવી શકશે. આ માટે ભારત સરકાર દ્વારા નવી લિંક જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન ઈ કેવાયસી કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ મુજબ છે. 




સૌપ્રથમ પોતાના મોબાઈલ, લેપટોપ કે કોમ્યુટરમાં ગૂગલ ક્રોમમાં PM KISAN ટાઈપ કરો. 

➤હવે આમાં સર્ચ રિઝલ્ટમાં ઘણા બધા પરિણામો બતાવશે. 

હવે PM KISAN PORTAL ની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે. 

હવે આ વેબસાઈટમાં FARMER CORNERમાં જઈને E-KYC મેનુ પર ક્લિક કરવાનું રહેશે

ત્યાર બાદ નવું પેજ ખુલશે, જેમાં OTP BASED EKYC કરી શકો છો. 

જે ખેડૂતનું  PM e-KYC કરવાનું હોય તેનો આધારકાર્ડ નંબર નાખીને Search બટન પર ક્લિક કરવાનું રહેશે.




ત્યારબાદ ખેડૂતને પોતાના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે નાખવાનો રહેશે.

જેમાં Aadhaar Registered Mobile નાખ્યા બાદ Get Mobile OTP પર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ રજીસ્ટર થયેલા મોબાઈલ પર OTP આવશે જેને દાખલ કરવાનો રહેશે.

Aadhaar Registered Mobile નો OTP દાખલ કર્યા બાદ ફરીથી, જે મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક થયેલો હશે તેના પર OTP આવશે, જે દાખલ કરીને Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.




છેલ્લે, EKYC is Sucessfully Submitted. એવો મેસેજ આવશે. જે સફળતાપૂર્વક ekyc થઈ ગયું છે, તે જણાવશે.

અહીં ક્લિક કરો
e-KYC કરવા માટે  અહી કિલક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.