ગુજરાત હવે ઉત્સવોનો રાજ્ય તરીકે ખેવના મેળવતું હોય એવું જણાઈ રહ્યું છે. રાજ્ય ધાર્મિક ઉત્સવોની તો ભરપૂર ઉજવણી કરતું જ હોય છે. પરંતુ તે સિવાય અનેક ઉત્સવો માટે જાણીતું ગણાય છે.
તે પતંગઉત્સવ હોય કે પછી અન્ય તમામને લઈ ગુજરાત આજે અનેક પ્રતિષ્ઠા મેળવતું થયું છે. કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર-શૉની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે
કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ શરૂ
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દર વર્ષે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં કાંકરિયા કાર્નિવલ યોજાય છે. કોરોના બાદ પ્રથમ કાર્નિવલ યોજવામાં આવતા મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે અને જે માટે આયોજન મોટા પાયે કરવામાં આવે તો નવાઈ નહી. જે સમગ્ર બાબતને લઈ વહીવટી તંત્ર પણ તેની તૈયારીઓમાં લાગી ગયું છે.
આ વર્ષે પણ આગામી તા.25મીથી 31મી ડિસેમ્બર સુધી કાંકરિયા લેઇકફ્રન્ટ પરિસર ખાતે રંગારંગ કાર્યક્રમો સાથે ભવ્ય એવો કાંકરિયા કાર્નિવલ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રતિવર્ષ મુજબ કાર્નિવલના સાત દિવસ સુધી ઝળાઝળ રોશનીથી પણ યોજવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલના એક સપ્તાહના કાર્યક્રમો દરમિયાન કાંકરિયા લેઇકફ્રન્ટ ખાતે જ જયાપાર્વતી વ્રત, ગૌરીવ્રત, યોગ ડે સાથે કેટલીક વી.આઇ.પી. અને વીવીઆઇપી, ઇવેન્ટ પણ યોજવામાં આવે છે. આ તમામ ઇવેન્ટને પણ આંખને આંજતી ઝગારા મારતી રાત્રિ રોશનીનો લાભ મળશે.
Kankaria Lake Ahmedabad Ticket Price
- 25 per person for Adults
- 10 per person for Children
Kankaria Lake Ahmedabad Timings
Day | Timing |
સોમવાર | Closed / Holiday |
મંગળવાર | 4:00 am – 8:00 am 9:00 am – 10:00 pm |
બુધવાર | 4:00 am – 8:00 am 9:00 am – 10:00 pm |
ગુરુવાર | 4:00 am – 8:00 am 9:00 am – 10:00 pm |
શુક્રવાર | 4:00 am – 8:00 am 9:00 am – 10:00 pm |
શનિવાર | 4:00 am – 8:00 am 9:00 am – 10:00 pm |
રવિવાર | 4:00 am – 8:00 am 9:00 am – 10:00 pm |
Kankaria Lake Ahmedabad Directions
Maninagar Area, Ahmedabad, Gujarat, 380022, India