હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના અનેક જિલ્લાઓને હજુ 48 કલાક સુધી મેઘરાજા ધમરોળશે. જ્યારે આવતી કાલ બાદ ગરમીના પ્રમાણમાં વધારો થઇ શકે છે.
ગુજરાતમાં એક દ્રષ્ટિએ જોઇએ તો ચોમાસાએ વિદાય લઇ લીધી હોવા છતાં રાજ્યમાં મેઘરાજાએ ફરી રિએન્ટ્રી કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં આગામી 48 કલાક સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 48 કલાક સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ભાવનગર, સુરત, ભરૂચ, ડાંગ અને વલસાડમાં વરસાદ વરસશે. જ્યારે નવસારી અને વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આવતી કાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે
વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, ‘આવતી કાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે. આવતી કાલ બાદ ગરમીના પ્રમાણમાં પણ વધારો થઈ શકે છે.’ તમને જણાવી દઇએ કે, આજે પણ હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
ખેડા જિલ્લામાં ભારે વરસાદથી પાકને નુકસાન
બીજી બાજુ ખેડા જિલ્લામાં ભારે વરસાદથી ડાંગર, તમાકુ અને કપાસ જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. વાવણીની મજૂરી અને બિયારણના પણ રૂપિયા ન નીકળે તેવી સ્થિતિ અહીં સર્જાઇ છે. ત્યારે જિલ્લામાં સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવા માટેની ખેડૂતો માંગ કરી રહ્યાં છે.
*(સોર્સ- vtvgujarati.com)
અહીં ક્લિક કરો | |
Home | અહીં ક્લિક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો