5 દિવસ ભારે વરસાદની આગાહી : 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા,

RAIN IN GUJARAT, RAIN FORECAST, METEOROLOGICAL DEPARTMENT, ગુજરાત વરસાદ ન્યૂઝ, વરસાદ આગાહી, હવામાન વિભાગ, હવામાન આગાહી

ગુજરાતમાં આગામી 5 દિવસ ફરીવાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.




અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે અને મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 8 અને 9 ઓગસ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો

8 ઓગસ્ટ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે.




9 ઓગસ્ટ : દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યા અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, અમદાવાદ, ભરૂચ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે.




અમદાવાદ શહેરમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે.

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો





નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો