IMEI નંબરથી ખોવાયેલો ફોન મળી જશે! ફક્ત એક નંબરથી પોલીસ મોબાઈલ ફોનના ચોરને કેવી રીતે શોધી કાઢે છે? શું હોય છે IMEI નંબર, સમજો

જો તમારો મોબાઈલ ફોન ચોરાઈ જાય છે અથવા ખોવાઈ જાય છે અને તમે તેની ફરિયાદ કરાવવા જાઓ છો. તો પોલીસ સૌથી પહેલા તમારી પાસે IMEI Number માગે છે. કે જેનાથી ફોનની ઓળખ કરવી આસાન થઈ જાય છે.




જ્યારે તમે કોઈ ગાડી ખરીદો છો તો એન્જિન નંબર અને ચેસિસ નંબર તેની ખાસ ઓળખ હોય છે. તેવી જ રીતે IMEI નંબર તમારા ફોનને બાકી ફોનથી અલગ બનાવે છે. અને આ નંબરથી ચોરાયેલા ફોનને શોધવમાં પોલીસને સરળતા રહે છે.ત્યારે IMEI નંબર શું હોય છે? અને કેવી રીતે ફોન શોધવામાં તેનો ઉપયોગ થાય છે

IMEI નંબર શું છે.




દરેક મોબાઇલ નો એક યુનિક નંબર હોય છે જે 15 અંકો નો હોય છે,દરેક મોબાઇલ ની બેટરીના નીચે ના ભાગ માં લખેલ હોય છે

આ ઉપરાંત મોબાઇલ ના બોક્સ ની ઉપર સ્ટિકર માં જોવા મળે છે,

IMEI નું પુરુ નામ INTERNATIONAL MOBILE EQUIPMENT IDENTITY છે.

IMEI ને  મોબાઇલ નો આઇડેન્ટી નંબર પણ કહે છે.




IMEI નંબર નો ઉપયોગ

IMEI નંબર જો ફોન ચોરાઇ ગયેલ હોય કે ગુમ થયેલ હોય તો તે શોધવામાં ઉપયોગી બની શકે છે.

IMEI નંબર થી ફોન નુ લોકેશન, કોલ લોગસ તેમજ મોબાઇલ માં ક્યુ સીમકાર્ડ વાપરીયે છીએ તેની માહિતી જાણી શકાય છે.

આપણા મોબાઇલ નો IMEI નંબર કેવી રીતે જાણી શકાય છે ?




આપણ મોબાઇલ નો IMEI નંબર જાણવા માટે મોબાઇલ માં  *#06#  ડાયલ કરવાથી IMEI નંબર મોબાઇલમાં ડીસ્પલે થાય છે, જેનો સ્ક્રીનશોટ લઇ અથવા નોટ્સ માં લખી લેવો , જેથી ભવિષ્ય મં જરૂર જણાય તો ઉપયોગમાં લઇ શકાય.

જો કોઈ મોબાઇલ ફોનમાં બે સીમકાર્ડ સ્લોટ હોય તો તે મોબાઇલ માં બે IMEI નંબર હોય છે.

#Technology NEWS

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો