ikhedut Portal | આઈ ખેડૂત પોર્ટલ | ખેડૂતલક્ષી યોજના 2022 | Gujarat ikhedut Portal Registration | Online Application Status| Print
ખેડૂતએ ikhedut Online Application કરવાની રહેશે. ઓનલાઈન અરજી વિવિધ જગ્યાએથી કરી શકાય.
ikhedut Portal પર અરજી કેવી રીતે કરવી
➤ આ યોજનાની ઓનલાઈન અરજી માટે જો જાણકારી હોય તો ઘરેથી પણ ભરી શકાય છે.
➤ ખેડૂતલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી માટે ગ્રામ કક્ષાએ VCE મારફતે કરી શકાય.
➤ આ યોજનાની ઓનલાઈન માટે શહેરમાં કે ગ્રામ વિસ્તારમાં ઓનલાઈનની કામગીરી કરતા હોય એમની પાસેથી પણ કરી શકાય.
ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.Gujarat દ્વારા i-ખેડૂત – Web Portal બનાવેલ છે.
આ પોર્ટલ Agriculture, Farmers Welfare & Co-Operation Department થકી બનાવેલ છે. વિવિધ ખેડૂતોની સરકારી યોજનાઓની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતો નીચ છે.
➤ સૌપ્રથમ Google માં આઇ ખેડૂત પોર્ટલ સર્ચ કરવું. અથવા આ વેબસાઈટ ઓપન કરવી.
➤ સ્ક્રીન ખૂલશે જેમાં યોજનાઓ પર ક્લિક કરવું.
➤ જેમાં નવું પેજ યોજનાઓ માટે સંપર્ક ખૂલશે જેની નોંધ કરીને close કરવાનું રહેશે.
➤ ત્યારબાદ ખેતીવાડી ની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.
➤ જેના પરિણામ સ્વરૂપે પ્રથમ ક્રમાંક પર નામની યોજના હશે જેમાં અરજી કરો તેના પર ક્લિક કરવું.
➤ હવે યોજના ખૂલશે જ્યાં તમે રજીસ્ટર અરજદાર છો તેનો હા કે ના માં જવાબ આપીને આગળની માહિતી ભરવાની રહેશે.
➤ તમે રજીસ્ટર અરજદારમાં હા સિલેકટ કરતાં આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને આગળ અરજીની વિગતો ભરવાની રહેશે. અને જો ના પસંદ કરવામાં આવે તો નવી અરજી કરવા ક્લિક કરો પર ક્લિક કરો.
➤ જેમાં અરજદારનું નામ, સરનામું, બેંક ખાતાની વિગતો, રેશનકાર્ડની વિગતો, ikhedut 7/12 વગેરે તમામ માહિતી ભરીને “અરજી સેવ કરો” પર ક્લિક કરવાનું રહેશે.
➤ અરજી સેવા કર્યા બાદ જો અરજીમાં સુધારા-વધારા કરવાના હોય તો “અરજી અપડેટ કરવા ક્લિક કરો” પર જવાનું રહેશે.
➤ લાભાર્થી ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી ભર્યા બાદ જો સાચી માહિતી હોય તો જ “અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે. એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તે અરજી નંબર સુધારા વધારા થશે નહિં તેની નોંધ લેવી.
➤ અરજી કન્ફર્મ થયા બાદ લાભાર્થી ખેડૂત દ્વારા અરજીનિ પ્રિન્ટ કાઢવાની રહેશે.
➤ અરજીની પ્રિન્ટ લેવી ફરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢીને લાભાર્થીએ સહી/અંગૂઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન-7 માં રજૂ કરવાની રહેશે.
➤ I-khedut portal registration કર્યા બાદ જો ખેડૂત લાભાર્થીએ કચેરીમાં રૂબરૂ આપવા ન જવું હોય તો પ્રિન્ટ પર લાભાર્થીએ સહી/સિક્કા કરાવ્યા બાદ “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો” પર ક્લિક કરીને અપલોડ કરવાના રહેશે. તથા લાભાર્થીના અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો પરથી બીજા ડોક્યુમેન્ટ Upload કરી શકાશે.
iKhedut Portal વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો