ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ક્યારે ? ભારે વરસાદની આગાહી, આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ

બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થયો હતો. સતત વરસાદ બાદ હવે ખેડૂતો પણ ઈચ્છી રહ્યા છે કે વરસાદ થોડો સમય માટે વિરામ લે. કારણ કે પાકની વૃદ્ધિ માટે ઉઘાડ નીકળે તે જરૂરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી એટલે કે 28 જુલાઈથી વરસાદનું જોર ઘટી જશે. જોકે, આ દરમિયાન વાદળછાયું વાતાવરણ બન્યું રહેશે.




3 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ : બુધવાર. ચંદ્ર નક્ષત્ર-હસ્ત. વાહન મોર. વરસાદ સારો રહેશે. કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિની સંભાવના છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં ઉઘાડ નીકળવાની તૈયારી છે. વરસાદનો ત્રીજો રાઉન્ડ 4 ઓગસ્ટથી શરૂ થશે. રાજ્યમાં 4 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે.




વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
AgroBhai હોમ પેજ અહીં ક્લિક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર




નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો