ગુજરાતમાં આગામી 12 કલાકમાં ભારે વરસાદની શક્યતા,અમદાવાદમાં ધોધમાર વરસાદ જુવો.

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છેલ્લા પાંચ દિવસથી છે. એની વચ્ચે અમદાવાદમાં બપોરે કાળાં ડિબાંગ વાદળો છવાયાં હતાં અને ધોધમાર વરસાદ શરૂ થયો છે. બપોરે રાતના અંધારા જેવી સ્થિતિ જોવા મળી છે અને કાળાં ડિબાંગ વાદળો છવાયાં બાદ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
બપોરે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સેટેલાઈટ વિસ્તારમાં શિવરંજની બ્રિજ પાસે આવેલા કોમ્પ્લેક્સની પાછળના રોડ પર ગોઠણ સમા પાણી ભરાઈ ગયાં હતાં અને વાહનોનાં ટાયર અડધા ડૂબી ગયાં હતાં.

કેટલાક વાહનચાલકોના વાહનો પણ બંધ પડી ગયાં હતાં માનસી સર્કલથી કેશવબાગ તરફ જવાના રોડ પર પણ પાણી ભરાઈ ગયાં હતાં. બીજી તરફ હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આગામી 12 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો