ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કરી મોટી આગાહી, આટલા જિલ્લાઓ સાવધાન

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત પર આવતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહીનાં મોડેલ બહાર પાડવામાં આવ્યા છે.




11 તારીખે કચ્છ, મહીસાગર, પંચમહાલ અને દાહોદનાં જિલ્લાના વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદને લઈને ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, બોરડા, સુરત, તાપી ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




12 તારીખે વરસાદને લઈને વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠાનાં કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને અરવલ્લી આ જીલ્લાનાં વિસ્તારોમાં વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો




જો કે આગામી 3 દિવસ હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો




નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો