હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત ના કેટલાંક જિલ્લાઓમાં હજુ આગામી 5 દિવસ સુધી અતિભારે વરસાદ વરસશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ 5 દિવસ સારા એવા વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં સારો એવો વરસાદ વરસી શકે છે.’
આ પણ વાંચો | |
➤આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી : યલો અને ઓરેંજ એલર્ટ જાહેર, આટલા જિલ્લાઓ સાવધાન. |
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તદુપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.
અરબી સમુદ્ર માં ડિપ્રેશન સર્જાયું હોવાથી વહીવટી તંત્ર દ્વારા માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. હાલ રાજ્યના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.
અગાઉ 12 તારીખથી વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ દરિયામાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થતા હવામાન વિભાગે નવી આગાહી કરી છે. જેમાં 15 થી 16 ઓગષ્ટ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે
અહીં ક્લિક કરો | |
Home | અહીં ક્લિક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો