ગુજરાતમાં સાર્વત્રિક ધોધમાર વરસાદની આગાહી, અતિભારે વરસાદ માટે તૈયાર થઈ જાવ, આટલા જિલ્લા

ગુજરાતમાં ભારે વરસાદી માહોલ સર્જાવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. સોમવાર દરમિયાન અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે મંગળવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી છે.




હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

આ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદરમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાર દિવસ દરમિયાન આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.




આ પણ વાંચો


સોમવાર : સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ


મંગળવાર
 : નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, રાજકોટ, જુનાગઢ, બોટાદ અને દીવ




બુધવાર : નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર અને કચ્છ.

અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો