હવામાન વિભાગની આગાહી : ગુજરાત માટે આગામી 5 દિવસ અતિભારે, આજે રાજ્યનાં 11 જિલ્લાઓને મેઘરાજા ઘમરોળશે

ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી વરસાદનું જોર ઘટી ગયું હતું. પરંતુ હવે ફરીવાર હવામાન વિભાગે આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાનની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. હવામાનની આગાહી અનુસાર, તારીખ 7 અને 8 ઓગસ્ટના રોજ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે રાજ્યના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

એમાંય આજની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, આજે રાજ્યના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસશે. આજે અમદાવાદમાં સારો એવો ભારે વરસાદ વરસી શકે છે. જેમાં  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ પડશે.

  
બીજી બાજુ તારીખ 6 ઓગસ્ટના રોજ 3 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 7 ઓગસ્ટના રોજ રાજ્યના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 8 ઓગસ્ટના રોજ 9 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાંચો
Tabela Loan Yojana તબેલા લોન યોજના ગુજરાત 2022, અરજી કરવા અહીંયા ક્લિક કરો 
કોઈપણ વાહન ના નંબર પરથી જાણો માલિક નું નામ જાણો અહીંયા ક્લિક કરી
વાહન ખરીદી માટે 5 લાખ સુધીની સહાય જાણો કેવી રીતે ફોર્મ ભરવું ?
તમારા પર કોનો ફોન આવે છે તેનું નામ બોલતી એપ્લિકેશન લેવા અહીંયા ક્લિક કરો

10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની શક્યતા : અંબાલાલ પટેલ

એ સિવાય વધુમાં તમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ‘મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તારીખ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.’
વધુમાં જણાવ્યું કે, ‘રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે. આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.

અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો