ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આટલા જિલ્લાઓ સાવધાન!

ગુજરાતમાં વરસાદને લઇને ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. જેમાં પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ બેટિંગ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આજથી એટલે કે 22 ઑગસ્ટ થી ત્રણ દિવસ ભારે વરસાદનું જોર રહશે. આજે ઉત્તર ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
દરિયામાં લો પ્રેશર સર્જાયું હોવાથી વરસાદી સિસ્ટમ સક્રિય બની હોવાનું હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. સમુદ્રમાં સક્રિય સિસ્ટમને લઇને વરસાદના જોરમાં વધારો થઇ શકે છે. આથી સલામતીના ભાગરુપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. જો કે આગામી ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટી જશે અને વરાપ નીકળશે.
જ્યારે 23 ઑગસ્ટ બનાસકાંઠા, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદ, 24 ઓગસ્ટએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદ રહેવાની આગાહી આપવામાં આવી છે.