આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, આટલા જિલ્લાઓ સાવધાન જોવો લિસ્ટ!

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે.




જેમાં દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તારીખ 17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતા ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગમી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે.




17મી ઓગસ્ટ: આ દિવસે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે.

આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 17 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો

➤આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી : લો પ્રેશર સિસ્ટમ મજબુત, જાણો કયા જિલ્લામાં ભારે વરસાદ?

➤મફત જમીન માપણી માટેની એપ્લિકેશન લેવા અહીં ક્લિક કરો!

➤વાહન ના નંબર પરથી જાણો માલિક નું નામ જોવો અહીં ક્લિક કરો!

➤સ્ટેચ્યુ ઑફ યુનિટી ઘરે બેઠા મુલાકાત કરો અહીં ક્લિક કરી!




સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે ગાજવીજ વરસાદની સાથે 40 કિમીની ઝડપે પણ પવન ફૂંકાશે.

અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો