બંગાળની ખાડીમાં ફરી એકવાર લો પ્રેશર સર્જાયું છે. જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલની જમાવટ જોવા મળી છે. જોકે, કચ્છ તેમજ પશ્વિમ સૌરાષ્ટ્રમાં વરસાદની એક્ટિવિટી વધુ પડતી જણાઈ રહી છે. કચ્છની સાથે બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર તેમજ સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, એટલે કે 17 ઓગસ્ટના રોજ નક્ષત્રની અંદર ફેરફાર થયો છે અને આશ્લેષણ નક્ષત્ર માંથી મઘા નક્ષત્ર ની અંદર ફેરબદલ થતા રાજ્યના અનેક ભાગોની અંદર ખૂબ જ વધારે ભારે વરસાદ જોવા મળ્યો છે. મઘા નક્ષત્ર ની અંદર વરસાદ ખેડૂતોને માટે સોના સમાન ગણાય છે અને નક્ષત્ર ની અંદર પડેલા વરસાદને કારણે ધનના ઢગલા થઈ જાય છે.
આ પણ વાંચો | |
➤મફત જમીન માપણી માટેની એપ્લિકેશન લેવા અહીં ક્લિક કરો! |
અરબી સમુદ્રની અંદર બે દિવસ પહેલા વહેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગ અત્યારે સતર્ક થઈ ગયું છે જેને કારણે નીચેવાળા વિસ્તારની અંદર માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે.
ગઈકાલે અમદાવાદ ની અંદર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને મોટાભાગના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો.
આવતીકાલથી આ સિસ્ટમનું જોર ઘટતું જણાશે આવતીકાલે ખાસ કરીને કચ્છ, કચ્છ લાગુ ઉત્તર ગુજરાત તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રની સાથે સાથે સૌરાષ્ટ્રના દક્ષિણ કાઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય.
19 ઓગસ્ટે બંગાળની ખાડીમાં ફરીથી એક નવું લો પ્રેસર બનશે. આ સિસ્ટમ પણ દક્ષિણ રાજસ્થાન લાગુ ઉત્તર ગુજરાતના ટ્રેકને અનુસરે એવું હાલ લાગી રહ્યું છે. જો આવું બનશે તો 24 ઓગસ્ટથી રાજ્યમાં નવા રાઉન્ડની અસર જોવા મળી શકે. જો કે આ અંગેની વિશેષ અપડેટ હવે પછી આપશું.
અહીં ક્લિક કરો | |
Home | અહીં ક્લિક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો