ગુજરાતમાં ગઇકાલથી જ વરસાદે અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે સમગ્ર રાજ્યમાં આગામી 24 કલાક માટે અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદ થવાની સંભાવના છે. સાથે સૌરાષ્ટ્ર, બનસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.
- આ પણ વાંચો : રાજ્યમાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે, 27 જુલાઇથી વરસાદનું જોર ઘટશે: હવામાન વિભાગ
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી કરી છે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો એવો વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાત માટે 24 કલાક અતિભારે છે.
ગુજરાતમાં આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકા, ભરૂચ, સુરત, આણંદ, વલસાડ અને દમણ સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
આજે અતિભારે વરસાદની આગાહી
આજે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ ભુક્કા બોલાવશે સાથે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના છુટા છવાયા વિસ્તારોમાં ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની સંભાવના છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
- આ પણ વાંચો : નવી અપડેટ: નવું લો પ્રેશર સક્રીય થયું, 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં રેડ એલર્ટ?.
જ્યારે પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા , પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે
આવતી કાલે ભારે વરસાદ
આવતીકાલે ઉત્તર ગુજરાત કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, મોરબી, જામનગર અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે
અહીં ક્લિક કરો | |
અહીં ક્લિક કરો | |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર