હવામાન વિભાગની આગાહી : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6, 7 અને 8 તારીખમાં વરસાદનું જોર ક્યાં જિલ્લામાં વધુ ?

હવામાનની આગાહી અનુસાર રાજ્ય  માં આજથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. હવામાનની આગાહી અનુસાર, તારીખ 7 અને 8 ઓગસ્ટના રોજ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તારીખ 6 ઓગસ્ટના રોજ 3 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 7 ઓગસ્ટના રોજ રાજ્યના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 8 ઓગસ્ટના રોજ 9 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની શક્યતા : અંબાલાલ પટેલ
એ સિવાય વધુમાં તમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ‘મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તારીખ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

વધુમાં જણાવ્યું કે, ‘રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે.
આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.’

અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો