જાણો કડકડતી ઠંડી ક્યારથી શરૂ થશે ગુજરાતમાં : હવામાન વિભાગની મોટી આગાહી

ગુજરાતમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી કરી છે. આ સાથે જ બેવડી ઋતુનો અહેસાસ થશે તેવું પણ જણાવ્યું છે.

ગુજરાતમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હાલ વરસાદની કોઈ શક્યતા નથી. આ અંગે હવામાન વિભાગે વધુ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે.
લઘુત્તમ અને મહત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે. જો કે, અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી આસપાસ નોંધાશે. ઉલ્લેખનીય છે કે, મહત્તમ તાપમાન ઉંચુ અને લઘુત્તમ તાપમાન ખૂબ નીચું હોવાના કારણે બેવડી ઋતુનો અહેસાસ થશે.

આ પણ વાંચો: PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ ?

બેવડી ઋતુનો અનુભવ થશે

વહેલી સવારે સૂકા અને ઠંડા પવનોને કારણે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે, હાલ તાપમાન યથાવત રહેશે. પરંતુ નવેમ્બર મહિનાથી તાપમાન ઘટવાનું શરૂ થઈ જશે અને ડિસેમ્બરથી કડકડતી ઠંડીનો અનુભવ થશે.
હવામાન વિભાગનું અનુમાન છે કે, ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ટ્રાન્ઝેક્શન પિરિયડ છે એટલે બેવડી ઋતુનો અનુભવ થશે.

આ પણ વાંચો: તબેલા માટેની લોન યોજના 2022 , 4 લાખ સુધીની લોન ઘર બેઠા અરજી કેમ કરવી ? જાણો અહીંથી

ખેડૂતોને રાહત રહેશે

હાલ સૂકું વાતાવરણ રહેશે. સૂકા પવનની અસર સ્કીન પર થઈ રહી છે. તો બીજી તરફ, વાતાવરણ ચોખ્ખું હોવાના કારણે ખેડૂતોને રાહત રહેશે. ચોમાસુ પાક તૈયાર થઈ ગયો છે. હવે શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી ચાલી રહી છે.
અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો