આજથી ગુજરાતનાં વાતાવરણમાં પલટો, જાણો ત્રણ દિવસ કયા વિસ્તારોમાં થશે માવઠું

ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયા છે.

બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળે છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે પણ ગુજરાતના દરિયા કિનારાના તાપમાનમાં ફરક પડતો હોય છે તો સાથે જ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સર્જાય ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે છે.
ચક્રવાતી તોફાન “મૈડૂસ” સંદર્ભે પવનની મહત્તમ ગતિ 85 કિમી પ્રતિ કલાકની ઝડપને પાર કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે મંડસ ચક્રવાતને કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે તેની અસર ગુજરાત પર પણ થવાની આગાહી છે. જેના કારણે ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયા છે.