ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં આ વખતે સારો વરસાદ વરસ્યો છે. જોકે, થોડા દિવસથી મેઘરાજાએ જાણે વિરામ લીધો હોય તેમ વરસાદનું જોર ઘટ્યું હતુ. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ધોધમાર વરસાદને કારણે ફરીથી આગાહી કરી છે.

આ પણ વાંચો
➤રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે, હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે અંબાલાલ પટેલે પણ સારા વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને તમામ રાજ્યોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ થઇ શકે છે. આ સિવાય અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે.
રાજ્યમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 97.70 ટકા નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 97.51ટકા વરસાદ નોંધાયો છે તો પૂર્વ મધ્ય ગુજરાતમાં 80.63 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 88. 76 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં 107.97 ટકા અને કચ્છમાં 151.94 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી સમયમાં વરસાદ સાથે ચક્રવાતની આગાહી કરી છે.

➤આગામી 24 કલાક અતિ ભારે, જાણો કયા જિલ્લામાં ભુક્કા કાઢશે વરસાદ ? જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.